દેશ

Karnataka Politics: ‘દિલ ચીરીને જોશો તો PM મોદી દેખાશે’, અને બાદમાં ઈશ્વરપ્પાએ BJP સામે જ ચૂંટણી લડવાની કરી જાહેરાત

Karnataka Politic

ઈશ્વરપ્પાએ તેમના સમર્થકો દ્વારા બોલાવેલી બેઠકમાં ભાજપ સામે બળવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હું શિમોગા લોકસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે

Karnataka Politics: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા કેએસ ઇશ્વરપ્પાએ શુક્રવારે (15 માર્ચ) શિમોગા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે આગામી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તેમણે આ નિર્ણય લીધો છે કારણ કે તેમના પુત્ર કે ઇ કંટેશને હાવેરી મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી નથી. ભાજપે હાવેરી સીટ પરથી પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈને મેદાનમાં ઉતાર્યા છે.

કંટેશને ટિકિટ ન મળવા માટે ઇશ્વરપ્પાએ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને જવાબદાર ઠેરવ્યા હતા. ભાજપે યેદિયુરપ્પાના પુત્ર બીવાય રાઘવેન્દ્રને શિમોગાથી ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી એસ બંગરપ્પાની પુત્રી ગીતા શિવરાજકુમારને મેદાનમાં ઉતાર્યા છે. ગીતા કન્નડ ફિલ્મ સ્ટાર શિવરાજ કુમારની પત્ની છે.

ઇશ્વરપ્પા અપક્ષ તરીકે ચૂંટણી લડશે

ઈશ્વરપ્પાએ તેમના સમર્થકો દ્વારા બોલાવેલી બેઠકમાં ભાજપ સામે બળવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, હું શિમોગા લોકસભા મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. કર્ણાટકમાં ભાજપની સ્થાપના અને પછી તેને મજબૂત કરવાનો શ્રેય ઈશ્વરપ્પા, યેદિયુરપ્પા અને સ્વર્ગસ્થ એચએન અનંત કુમારને આપવામાં આવે છે.

‘પક્ષે કંટેશને ટિકિટ આપવાની ખાતરી આપી હતી’

પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે ભાજપના સંસદીય બોર્ડ અને કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય યેદિયુરપ્પાએ તેમના પુત્રને ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું. એટલું જ નહીં, પરંતુ તેમની જીત સુનિશ્ચિત કરવા માટે પ્રચાર કરવાનું વચન પણ આપ્યું હતું, પરંતુ હવે તેમણે તેમની સાથે દગો કર્યો છે.

‘હું નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી’

તેમણે આરોપ લગાવ્યો કે ભાજપનું રાજ્ય એકમ યેદિયુરપ્પા પરિવારની ચુંગાલમાં છે. તેમનો એક પુત્ર સાંસદ છે અને બીજો પુત્ર ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ છે. આ દરમિયાન ઈશ્વરપ્પાએ વારંવાર એ વાત પર ભાર મૂક્યો હતો કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નથી. તેણે કહ્યું કે હું ભલે મારો જીવ ગુમાવી દઉં, હું નરેન્દ્ર મોદીની વિરુદ્ધ નહીં જઈશ. મારું દિલ ચીરીને જોશો તો એક તરફ ભગવાન રામ હશે અને બીજી બાજુ મોદી હશે.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!