તલોદ ના બડોદરા માં વિજ કરંટથી મહિલા નું મોત – વાંચો અહેવાલ
ઘરમાં પાણી છાટતી વખતે મહિલા વિજ કરંટનો ભોગ બની
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
તલોદ તાલુકાના બડોદરા ગામમાં વિજ કરંટનો ભોગ બનેલ ત્રણ સંતાનોની માતા આંગણવાડી માં તેડાગર તરીકે કામ કરતી મહિલાનું કણસતી હાલતમાં કરૂણ મોત નિપજતા ગામ પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
જે અંગે તલોદ પોલીસે જણાવ્યું હતું કે તાલુકાના બડોદરા ગામના સુર્યાબેન અને તેમના પતિ જગદીશભાઈ રાવળ બંન્ને તેમના મકાન નું કળીયાકામ ચાલતું હોઈ શુક્કવારે પ્લાસ્ટર ના કામ માટે કળીયા આવવાના હોઈ દિવાલે સબમર્સિબલ મોટર દ્વારા પાઇપ વડે પાણીનો છંટકાવ કરી રહ્યા હતા.ત્યારે એકાએક સુર્યાબેન વિજ કરંટનો ભોગ બનતા ત્યાં જ ફસડાઇ પડી બેભાન થઈ જતાં તેમના પતિ જગદીશભાઈ,પરિવારજનો બુમાબુમ કરી મુકતા આસપાસ માં થી સ્થાનિકો દોડી આવ્યા હતા.વિજ કરંટનો ભોગ બનેલ સુર્યાબેન ને તાત્કાલિક તલોદની આશીર્વાદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવતા ફરજ ઉપરના તબિબે મહિલાને મૃત જાહેર કરતા ત્રણ સંતાનો અને પતિ,પરિવારને કલ્પાંત કરતા મુકી સુર્યાબેન આફાની દુનિયાને અલવિદા કરી દેતા પરિવારજનો માં શોકની કાલિમા છવાઇ ગઈ હતી.
જે બનેલા બનાવની જાણ બડોદરા સરપંચ કલ્યાણસિહ તથા તલોદ પોલીસ ને થતા લાખાભાઇ સ્ટાફ સાથે દોડી જઈ મૃતકની લાશને તલોદ સિવિલ હોસ્પિટલ માં પી.એમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું તલોદ પોલીસે જણાવ્યું હતું. .