માનસિક બિમારી થી ત્રસ્ત વૃદ્ધે પેટ્રોલ છાંટી જીવન ટુકાવી લેતા ચકચાર – વાંચો અહેવાલ
તલોદ અને અમદાવાદ ખાતે તબિબિ સારવાર બાદ વૃદ્ધ નું મોત
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
માનસિક બિમારી થી ત્રસ્ત વૃદ્ધે ઘરે એકલતાનો લાભ લઈ શરીરે જવલંત શીલ પદાર્થ પેટ્રોલ છાંટી જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી હતી
પ્રાપ્ત માહિતી પ્રમાણે તલોદ ના આંબાવાડી ખાતે રહેતા ચંપકસિહ કલ્યાણસિહ રાઠોડ ઉ.વર્ષ ૬૦ કે જેઓ છેલ્લા વીસ વર્ષથી માનસિક બિમારી થી પિડીત અને ત્રસ્ત આ વૃદ્ધે ગત બુધવારે ઘરે એકલા હોઈ એકલતાનો લાભ લઈ ઘરમાં પડેલ જ્વલંત સીલ પેટ્રોલ શરીરે છાંટી આગ ચાપી દેતા ચકચાર મચી હતી.આગની લપેટમાં આવેલ વૃદ્ધ ગંભીર રીતે દાઝી જતા પ્રથમ તલોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ ગંભીર જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તબિબિ સારવાર બાદ વૃદ્ધ નું કણસતી હાલતમાં હોસ્પિટલ બિછાને જ ગુરૂવારે કરૂણ મોત નિપજતા પરિવારજનો માં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.જે બનાવ અંગે પુત્ર ધર્મેન્દ્રસિહ રાઠોડ ની ખબર ના આધારે તલોદ પોલીસે જાણવા જોગ નોંધ લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.
(તસ્વીર પ્રતિકાત્મક છે)