તલોદ માં રૂપાલાનો વિરોધ,ક્ષત્રિય સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું
રાજકોટ બેઠક ઉપરથી પુરષોત્તમ રૂપાલા ની ઉમેદવારી પરત ખેચવા ક્ષત્રિય સમાજ ની ઉગ્ર માંગ
તલોદ ન્યુઝ – હિતેશ શાહ
લોકસભાની ચૂંટણી ટાણે સૌરાષ્ટ્ર ની રાજકોટ બેઠક ના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા એ ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ કરેલી ટીપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.સૌરાષ્ટ થી લઈને છેક સાબરકાંઠા સુધી ક્ષત્રિય રાજપૂત સમાજ માં તેના ઘેરા પ્રત્યઘાત પડ્યા છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ બેઠક ના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા ની ટિકીટ પરત ખેચી ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર રાજ્ય માં ઠેર ઠેર ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો,મહિલાઓ આ મુદ્દે એક જ માંગ સાથે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોધાવી રહ્યાં છે.ત્યારે આજે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે પણ ગુજરાત ક્ષત્રિય સભા સાબરકાંઠા ના નેજા હેઠળ ક્ષત્રિય સમાજના યુવાનો,આગેવાનો એકઠા થઈ તલોદ મામલતદાર ડી એલ.રાઠોડને લેખિતમાં આવેદનપત્ર આપી જય ભવાની. ..જય ભવાની ના નારા સાથે ઉગ્ર રોષ નોધાવ્યો હતો.પુરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેચવા માં આવે તેવી માંગ કરી હતી .આ તબકકે સાબરકાંઠા ક્ષત્રિય સમાજના પ્રમુખ રાજદિપસિહ ઝાલા,વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ ટીનુભા ઝાલા, દિલાવરસિહ ઝાલા,કિરણસિંહ ઝાલા,હિતેન્દ્રસિંહ ઝાલા,પ્રભાતસિંહ સોલંકી તેમજ યુવાનો,આગેવાનો ઉપસ્થિ રહ્યા હતા.કાયદો અને વ્યવસ્થા સ્થિતી ઝડવાઇ રહે તે માટે તલોદ પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો..